હળવદના પત્રકારની પુત્રી બ્રહ્માકુમારી સંસ્થામા સંયમના માર્ગે

- text


4 ફેબ્રુઆરીએ વડોદરામાં યોજાશે સમર્પણ સમારોહ

હળવદ : હળવદના પીઢ પત્રકાર અજયભાઈ દવે અને કલ્પનાબેન દવેની પુત્ર પૂજા 4 ફેબ્રુઆરી ને રવિવારના રોજ આજીવન બ્રહ્માકુમારીઝ સંસ્થામાં સમર્પિત થશે. વડોદરામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં 4 ફેબ્રુઆરી ને રવિવારે સમર્પણ સમારોહ યોજાશે. જેમાં પૂજાની સાથે અન્ય 5 બહેનો બ્રહ્માકુમારીઝ સંસ્થામાં આજીવન પ્રભુ સેવામાં જોડાશે. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીના એડી. એડમિનીસ્ટ્રેટીવ હેડ ડો. જયન્તી દીદી સહિત અટલાદરા સેવા કેન્દ્રના સંચાલિકા ડો. અરુણાબહેન તેમજ શહેરની વિવિધ બ્રહ્માકુમારીઝ કેન્દ્રના સંચાલિકા બહેનો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ સહિતના લોકો હાજરી આપશે.નોંધનીય છે કે, પૂજા દવેએ હળવદની ડી.વી. પરખાની સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે બીસીએ અને એમસીએ કરી અન્નમલયન યુનિવર્સિટીમાં M.sc.ની ડિગ્રી મેળવી હતી. છેલ્લા પાંચ વર્ષથી વડોદરા ખાતે આવેલા અટલાદરા સેવા કેન્દ્રમાં તેઓ કામગીરી કરી રહ્યા છે. ત્યારે હવે તેઓ પોતાનું સંપૂર્ણ જીવન બ્રહ્માકુમારીઝ સંસ્થામાં સમર્પિત કરવા જઈ રહ્યા છે ત્યારે હળવદ બ્રહ્મ સમાજ સહિત સમગ્ર હળવદનું ગૌરવ તેમણે વધાર્યું છે.

- text

- text