હળવદ તાલુકામાં 18 કરોડના ખર્ચે 20 રસ્તાઓના કામ મંજુર કરાવતા ધારાસભ્ય વરમોરા 

- text


હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તાર માટે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સૂચવેલા કામો માટે કુલ 93 કરોડના કામ મંજુર કરતી ગુજરાત સરકાર 

હળવદ : હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તાર માટે જાગૃત ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ વિવિધ ગામો માટેના મુખ્ય અને એપ્રોચ રોડ તેમજ પુલના કામ માટે સૂચવેલા કામો પૈકી 113 કિલોમીટરના અલગ અલગ 29 રસ્તાઓ માટે ગુજરાત સરકાર દ્વારા 93 કરોડના કામોને મંજુર કરવામાં આવતા હળવદ તાલુકાના આંતરિક રોડ રસ્તાઓનું નેટવર્ક વધુ મજબૂત બનશે.

હળવદ -ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્ય પ્રકાશ વરમોરાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક હેઠળ આવતા વિવિધ વિસ્તાર માટે વર્ષ 2023 – 24 અંતર્ગત જુદા જુદા રોડ, રસ્તાઓ અને નાના-મોટા પુલ માટે સૂચવેલા કામો પૈકી ગુજરાત સરકાર દ્વારા 93 કરોડના વિવિધ કામોને મંજુર કરવામાં આવ્યા છે જે અંતર્ગત ધ્રાંગધ્રા તાલુકામાં 14 રોડના રિસરફેસિંગ અને વાઈડનીંગ કામ તેમજ બ્રિજ માટે 75 કરોડના કામો મંજુર કરવામાંઆવ્યા છે જયારે હળવદ તાલુકામાં આવતા વિવિધ 20 રોડના કામ માટે 18 કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે.

- text

ધારાસભ્ય વરમોરાના સઘન પ્રયાસોના પગેલ હળવદ તાલુકાના રણમલપુર,એંજાર, ઘનશ્યામપુર, કોયબા, ઢવાણા, માલણીયાદ, વેગડવાવ, કાડિયાણા, મેરુપર, અજીતગઢ, જુના દેવળીયા, સુસવાવ, ચાડધ્રા, રામેશ્વર, ટીકર, પલાસણ, મંગલપુર, ધુળકોટ, રણછોડગઢ, ઘાટીલા, સમળી, નવા રાણેકપર સહિતના ગામોના રસ્તાઓ મજબૂત બનશે સાથે જ ધ્રાંગધ્રા-કોંઢ અને સરાને જોડતા માર્ગ ઉપર આવેલ ચિત્રોડી નદી ઉપર નવો પુલ બનાવવા માટે રૂપિયા 20 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

- text