ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની લોન ટેનિસમાં હળવદની ધનાળા શાળાનો દબદબો

- text


હળવદ : ખેલ મહાકુંભ 2023-24 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં હળવદ તાલુકાની ધનાળા પે.સેન્ટર શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિવિધ કેટેગરીમાં વિજેતા થયા છે.

રાજકોટ – મોરબી હાઇવે ઉપર ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની લોન ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સરકારી શાળા ધનાળા પે. સેન્ટર શાળાના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો હતો. જેમાં અંડર-11 કેટેગરીમાં ધનાળા શાળાના રૂપાલા પલ રાજેશભાઈએ પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે અંડર-19 કેટેગરીમાં શાળાના સિંધવ સ્મિત વિપુલભાઈએ પ્રથમ નંબર મેળવ્યો હતો. સાથે જ ઓપન કેટેગરીમાં રૂપાલા રાજેશ બેચરભાઈ વિજેતા બન્યા હતા.

- text

- text