મોરબીના પંચાસર રોડ ઉપર બીજા દિવસે પણ મેગા ડિમોલિશન ચાલુ

- text


ગીતા ઓઇલ મિલ સુધીના 200થી વધુ દબાણોના કાટમાળ ખસેડવાની કામગીરી

મોરબી : મોરબીના પંચાસર રોડને પહોળો કરવા 200થી વધુ ગેરકાયદેસર મકાનો હટાવવા ગઈકાલથી શરૂ થયેલ મેગા ડિમોલિશન આજે બીજા દિવસે પણ સતત ચાલુ રહ્યું છે, ગઈકાલે મસમોટા બાંધકામો હટાવ્યા બાદ આજે સવારઘી પણ દબાણો તોડવાની સાથે કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

મોરબીના પંચાસર રોડને પહોળો કરવા માટે ગઈકાલે સવારથી ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરની ધણધણાટી શરૂ થઈ હતી જેમાં જેસીબી મશીન ટૂંકા પડતા હિટાચી મશીન બોલાવવામાં આવ્યા છે, ગઈકાલે મોડી સાંજ સુધી ડિમોલિશન પ્રક્રિયા ચાલુ રહ્યા બાદ આજે વહેલી સવારથી ફરી હિટાચી, જેસીબી ફરી દબાણો ઉપર વરસવા શરૂ થયા છે. સાથે જ ડમ્પર અને ટ્રેકટર મારફતે કાટમાળ ખસેડવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

- text

- text