દારૂ લઈ લો દારૂ… ટંકારાના નેકનામ નજીક માતા-પુત્રી દેશી દારૂ વેંચતા પકડાયા

- text


કારખાના બહાર એક્ટિવા ઉભું રાખી કરાતું હતું દેશી દારૂનું વેચાણ

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર કારખાના પાસે એક્ટિવા લઈને માતા – પુત્રી દેશી દારૂની હાટડી ખોલી વેપાર કરતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી દેશી દારૂના જથ્થા સાથે માતાપુત્રીને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામથી પડધરી જતા રોડ ઉપર રેડકો કારખાના પાસે એક્ટિવા મોટર સાયકલ રાખી નેકનામ ગામે રહેતા કમળાબેન ચમનભાઈ પરમાર તેમજ તેમની પુત્રી જયશ્રીબેન ચમનભાઈ પરમાર દેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી એક્ટિવામાથી 7 લીટર દેશી દારૂ ભરેલી 28 કોથળી કિંમત રૂપિયા 140 કબ્જે કરી ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ એક્ટિવા કિંમત રૂપિયા 20 હજાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text