મોરબીમાં દીપાવલી તહેવારની રોનક નિખરી,બજારોમાં ભીડ

- text


આજથી દિવાળીના તહેવારોની શૃંખલાનો પ્રારંભ થતા જ કપડાં, જવેલરી, ફટાકડા, રંગોળી, તોરણ, મુખવાસ સહિતની ચીજવસ્તુઓની ખરીદી નીકળી, નહેરુ ગેઇટ ચોકમાં રીક્ષા સહિતના ભારે વાહનોની નો એન્ટ્રી

મોરબી : મોરબીમાં હવે દિવાળીની રોનક જામી છે ખાસ કરીને આજથી દિવાળીના તહેવારોની શૃંખલાનો પ્રારંભ થતા જ કપડાં, જવેલરી, ફટાકડા, રંગોળી, તોરણ, મુખવાસ સહિતની ચીજવસ્તુઓની ખરીદી નીકળી છે. બજારોમાં ભારે ભીડ ઉમટી પડી છે. આથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે માટે ટ્રાફિક પોલીસ સહિતની ટ્રાફિક બ્રિગ્રેડના જવાનો ખડેપગે રહ્યા છે.

મોરબીની બજારોમાં અત્યાર સુધી દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો ન હતો પણ આજથી દિવાળીના તહેવારો શરૂ થતાં બજારોમાં લોકો ઉમટી પડ્યા છે. શહેરના બજાર વિસ્તાર નહેરુ ગેઇટ ચોક, શાક માર્કેટ ચોક, જેલરોડ, પરાબજાર, નવા ડેલા રોડ, રવાપર રોડ , ગેસ્ટ હાઉસ રોડ, તખ્તસિંહજી રોડ, શનાળા રોડ, ગાંધીચોક, ગ્રીન ચોક સુધીની સોની સહિતની બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે નહેરુ ગેઇટ ચોકથી ગ્રીનચોક ભારે ગીચતા ધરાવતો બજાર વિસ્તાર હોય અને ઉપરથી આજે દિવાળીની ભારે ખરીદી નીકળતા પોલીસ દ્વારા રીક્ષા સહિતના ભારે વાહનોની નો એન્ટ્રી લાદી દેવામાં આવી છે અહિયાં માત્ર બાઇકો અને ચાલીને જઈ શકાશે, શહેર અને ગામડામાંથી આજે સવારે મોટી સંખ્યામાં લોકો મોરબીની બજારોમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે અને કપડાં, જવેલરી, બુટ ચંપલ, તોરણ સહિતની ઘર સજાવટની વસ્તુઓ, મીઠાઈ, ફરસાણ, મુખવાસ સહિતની મોટાભાગની ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી અને આજે દિવસભર તેમજ મોડી રાત સુધી ખરીદી થશે અને દિવાળીના દિવસે છેલ્લી ઘડી સુધી બજારોમાં દિવાળીનું બમ્પર શોપિંગ થશે.

આજથી દિવાળીના તહેવારો શરૂ થતાં લોકો તમામ દુઃખદર્દ ભૂલીને દિવાળીની શાનદાર ઉજવણી કરવાની તૈયારીમાં લાગી ગયા છે. સામાન્ય વર્ગ હોય કે ધનિક દરેક લોકો પોત પોતાની આર્થિક ક્ષમતા મુજબ ખરીદી કરીને દિવાળી તેમજ નૂતન વર્ષની ઉજવણી કરવામાં ભારે ઉત્સાહિત છે.

- text

- text