સગીરાનુ અપહરણ કરી જનાર આરોપીને ગોધરાથી પકડી પાડતી હળવદ પોલીસ

- text


હળવદ : હળવદ પંથકમાંથી સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર શખ્સને હળવદ પોલીસે ગોધરા નજીકથી ઝડપી લઈ ભોગ બનનાર સગીરાને તેના પિતાને સોંપી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાંથી સગીર બાળાને આરોપી રાજુભાઈ ઉકારભાઈ, રહે.ગરબડી તા.ધાનપુર નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે ટેકનિકલ સોર્સ મારફતે ઝીણવટ પુર્વક તપાસ કરતા આ કામનો આરોપી ગોધરા બસ સ્ટેન્ડમાંના આજુબાજુના વિસ્તારમાં હોવાનુ જણાઇ આવતા તાત્કાલીક એક ટીમને ગોધરા મોકલી આરોપીને ભોગ બનનાર બાળા સાથે ઝડપી લીધો હતો અને ભોગ બનનારને તેણીના માતાને સોંપી આપી આરોપી રાજુભાઈ ઉકારભાઈ સંગોડ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરી સ્પેશીયલ પોક્સો કોર્ટ મોરબી ખાતે આરોપીના રીમાન્ડની માંગણી કરતા આરોપીના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

- text

આ કામગીરી હળવદ પીઆઇ કે.એમ.છાસીયા, એએસઆઈકે.એમ.બાવળીયા, રમેશભાઈ મહાદેવભાઈ ગોહીલ, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ સોલગામા, પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ હરખાભાઈ, ગંભિરસિંહ વાઘજીભાઈ, મહિલા કોન્સ્ટેબલ નિજુબેન કિશોરભાઈ અને પ્રિયાબેન ઈશ્વરભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

- text