હળવદના માથક ગામે ગૌચરની જમીનની માપણી કરાવવા માલધારી સમાજની કલેક્ટરને રજૂઆત

- text


હળવદ : તાલુકાના માથક ગામે આવેલી ગૌચરની જમીન પર દબાણ થઈ ગયું હોય. ગામના માલધારી સમાજ દ્વારા આ જમીનની માપણી કરાવવા માટે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

- text

માલધારી સમાજ દ્વારા જણાવાયું છે કે, અમારી પાસે 2 હજાર ગાયો, 800 ભેંસો, 500 ખૂંટ, અને 1 હજાર જેટલા નાના ઘેટા-બકરાં છે. ગામમાં જમીન રેકર્ડ પર ગૌચરની જમીન એકર 675 ગુઠા છે. પરંતુ અત્યારે હાલમાં તમામ જમીન પર દબાણ થઈ ગયું છે. જેથી ગામમાં માલઢોરને ચરાવવામાં ઘણી તકલીફ પડે છે. જેથી અમારી માંગણી છે કે આ જમીનની માપણી સત્વરે કરાવવામાં આવે અને તેની ફી પણ અમે ભરી દઈશું.

- text