હળવદમાં હવે ફોન ઉપર પાલિકાને લગતી કોઈ પણ ફરિયાદ નોંધાવી શકાશે 

- text


પાલિકાએ સિંગલ ફરિયાદ નિકાલ સિસ્ટમ શરૂ કરી : 02758 261432 ઉપર કોઈ પણ ફરિયાદ નોંધાવી શકાશે 

હળવદ : હળવદ નગરપાલિકા દ્વારા નગરજનોને કોઈ ફરિયાદ માટે કચેરી સુધી ધક્કો ન થાય તેવા ઉદ્દેશ સાથે ફરિયાદ નંબર જાહેર કરવામાં આવ્યો છે.જેથી એક ફોને ફરિયાદ પાલિકા તંત્ર સુધી પહોંચી જશે.

હળવદ નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે હળવદ નગરપાલિકા એને દ્વારા શહેરીજનોની વિવિધ ફરિયાદોના સમયસર નિકાલ માટે સિંગલ ફરિયાદ નિકાલ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત હળવદ નગરપાલિકાને લગતી તમામ ફરિયાદ લેન્ડલાઈન નંબર 02758 261432 ઉપર નોંધાવી ફરિયાદ નંબર મેળવી શકશે.

જ્યારે આ અંગે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે શહેરીજનોએ વિવિધ સમસ્યાઓ ફોન ઉપર નોંધાવ્યા બાદ અરજદારને ફરિયાદ નંબર આપવામાં આવશે.તેના પ્રશ્નનો 24 થી 48 કલાકની અંદર નિકાલ કરવામાં આવશે.પાલિકાએ સ્પેશિયલ એક વ્યક્તિને ફરિયાદો સાંભળવા અને કેટલી ફરિયાદોનો નિકાલ થયો છે તેની માટે નિમણૂક કરી છે.સાથે જ અઠવાડિયામાં બે દિવસ પાલિકાના તમામ કર્મચારીઓની ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજી શહેરીજનો તરફથી આવેલા પ્રશ્નોનું કેટલું નિરાકરણ કરવામાં આવ્યું છે તે માટે રીવ્યુ બેઠક યોજાશે.પાલિકાની આ પહેલમાં શહેરીજનો પણ સાથ સહકાર મળે અને લોકોની મોટાભાગની સમસ્યાઓ દુર થાય તે બાબત તે માટે પાલિકા હમેશા કાર્યરત રહેશે.

- text

- text