પડતર પ્રશ્નો અંગે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું 

- text


વાંકાનેર : આજે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે મુલાકાત કરીને શિક્ષકોના મુખ્ય પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સંઘના સભ્યો તેમજ શિક્ષક મિત્રો આજે વાંકાનેર-કુવાડવા વિસ્તારના ધારાસભ્ય જીતુ સોમાણીને પ્રાથમિક શિક્ષકોના બાકી રહેલા મુખ્ય પડતર પ્રશ્નો એટલે કે જૂની પેન્શન યોજના, સીપીએફમાં 10% સામે 14% અને 45 થી વધુ ઉંમરના શિક્ષકો માટે સીસીસી પરીક્ષામાંથી મુક્તિ મેળવવા સહિતના પ્રશ્નો બાબતે રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય દ્વારા સંઘને સારો પ્રતિસાદ મળ્યો હતો.

- text

- text