મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના ઓપરેટરોની બદલીના વિરોધમાં રેવન્યુ વકીલોની હડતાલ

- text


ઓપરેટરોનો સામન્ય પગાર હોય નવી બદલીની જગ્યાએ અપડાઉન કરવું પોસાય તેમ ન હોવાથી રેવન્યુ વકીલોએ આવેદન આપી બદલીઓ રદ કરવાની માંગ કરી

મોરબી : મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના ઓપરેટરોની અરસપરસ બદલીઓ કરી નાખતા આ ઓપરેટરોની બદલીના વિરોધમાં રેવન્યુ વકીલોએ હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ ઓપરેટરોનો સામન્ય પગાર હોય નવી બદલીની જગ્યાએ અપડાઉન કરવું પોસાય તેમ ન હોવાથી રેવન્યુ વકીલોએ આવેદન આપી બદલીઓ રદ કરવાની માંગ કરી છે.

મોરબી રેવન્યુ બાર એસોસિએશનના નેજા હેઠળ રેન્વ્યું વકીલોએ મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીને આવેદન આપીને જણાવ્યું હતું કે મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના સામાન્ય વર્ગના ઓપરેટરોની બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામ કરતા 17 જેટલા ઓપરેટરોની પરસ્પર બદલીઓ કરવામાં આવી છે. એટલે મોરબીના ઓપરેટરોની હળવદ અને હળવદના ઓપરેટરોને ટંકારા તેમજ માળીયાના ઓપરેટરોને જિલ્લામાં અન્ય જગ્યાએ એમ જિલ્લામાં જ અરસ પરસ બદલીઓ કરી હોય તે વ્યાજબી નથી. એક તો આવા ઓપરેટરોનો માસિક પગાર 6 હજાર જેવો હોય તેમને ઘરનું ગુજરાન ચલાવવામાં ભારે આર્થિક મુશ્કેલીઓ પડે છે. ઉપરથી આવી બદલી કરી નાખતા સામાન્ય આવકમાં રોજ રોજ તેમને બદલીના સ્થળે અપડાઉન કરવું પોસાય તેમ ન હોવાનું રજુઆતમાં જણાવ્યું છે.

વધુમાં મોરબી રહેતા ઓપરેટરોની હળવદ બદલી થઈ હોય રોજ રોજ સામાન્ય આવકમાં મોરબીથી હળવદ અપડાઉન કરવું કેમ પરવડે ? આવી રીતે તો પગાર આપડાઉનમાં જ વપરાય જાય છે. તો પછી ઘરે પગાર શુ આપશે ? આથી અપડાઉન કરવું એ પોસાય એમ ન હોય એ બદલીઓ થઈ એ અન્યાકારી છે. તેથી મોરબી જિલ્લાના 700 જેટલા રેવન્યુ વકીલોએ આ ઓપરેટરોની બદલીનો વિરોધ કરી આજે દસ્તાવેજનું કામ ન કરવાનો નિર્ણય લીધો છે અને કામથી અળગા રહી રેવન્યુ વકીલોએ વિરોધ પ્રદર્શન કરી ઇમરજન્સી દસ્તાવેજ હોય તો તેનું કામ કરવું એવું જાહેર કરી આવેદન આપી આ બદલીઓ બાબતે ફેર વિચારણા કરવાની માંગ કરી છે.

- text

- text