મોરબીના લાલપર નજીક કારમાં 550 લીટર દેશી દારૂ લઈ નીકળેલો એક ઝડપાયો

- text


મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર પોલીસે બાતમીને આધારે કારમાં દેશી દારૂની ખેપ મારવા નીકળેલા મોરબીના શખ્સને ઝડપી લઈ ચોટીલાના નાળિયેરી ગામના દેશી દારૂના સપ્લાયરનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મોરબી – વાંકાનેર રોડ ઉપર લાલપર નજીક શૈલેષ કાંટા પાસેથી પસાર થતી હ્યુન્ડાઇ એસેન્ટ કારને અટકાવી તલાશી લેતા કારમાંથી 11 હજારની કિંમતનો 550 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા કાર ચાલક અમિત ગોરધનભાઇ ગોંડલીયા ઉ.35, રહે.સેટેલાઇટ ચોક, રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ, મોરબી વાળાને રૂપિયા 3 લાખની કાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપી અમિતે ચોટીલાના નાળિયેરી ગામેથી આરોપી અજય જાદવભાઈ મેર પાસેથી દેશી દારૂનો જથ્થો મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text