મોરબીમાં બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ 

- text


તા. 10 થી 14 જુલાઈ દરમિયાન પરીક્ષાને પગલે કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં પ્રતિબંધ અમલી 

મોરબી : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 10 થી 14 જુલાઈના ધો. 10 અને 12ના રીપીટર ઉમેદવારોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોય મોરબી જિલ્લામાં 10 પરીક્ષા કેન્દ્રો આજુબાજુના વિસ્તારમાં પ્રતિબંધાત્મક જાહેરનામું અમલી બનાવાયું છે.

મોરબી અધિક જિલ્લા કલેકટર એન. કે. મુછાર દ્વારા પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળની આસપાસના 100 મીટરના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન ગેરરીતી કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઊભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી 4 કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહીં અથવા કોઈ સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં.

- text

પરીક્ષા સ્થળ પર કોઈએ મોબાઇલ લઈ જવો નહીં. નિર્દિષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતી કરવા કોપીંગ કરવા વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહીતાની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

- text