ટંકારાના ધુનડા ખાનપરથી રોહીશાળા જવાના માર્ગે લીમડો ધરાશયી

- text


ટંકારા : ટંકારા તાલુકામાં વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ટંકારા તાલુકાના ધુનડા ખાનપર ગામથી રોહીશાળા જવાના માર્ગ પર ભારે પવનના કારણે લીમડો થઈ ગયો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના ધુનડા ખાનપર ગામથી રોહીશાળા ગામ જવાના માર્ગ પર આજે ભારે પવનના કારણે લીમડાનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતુ. અને તૂટીને રોડની વચ્ચે પડ્યું હતું. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે મહાકાય લીમડો પડતા નીચે રહેલી સાયકલનો બુકડો બોલી ગયો હતો. હાલ ટંકારા મામલતદાર દ્વારા આ અંગે સ્થાનિક કર્મચારીઓને રસ્તો ક્લિયર કરવા સુચના આપવામાં આવી છે.

- text