વાંકાનેરના લીંબાળાધાર નજીકથી 78 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર – ચોટીલા હાઇવે ઉપર લીંબાળાધાર નજીકથી સીટી પોલીસે બાતમીને આધારે વોડકાની 78 બોટલ સાથે બે યુવાનોની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે વાંકાનેર – ચોટીલા હાઇવે ઉપર લીંબાળાધાર નજીક આવેલ બજરંગ હોટલ પાસે દરોડો પાડી પડતર જગ્યામાંથી વાઈટ લેસ વોડકાની 78 બોટલ કિંમત રૂપિયા 29,250 કબ્જે કરી આરોપી વિવેક મંછારામ ગોંડલીયા રહે.ગારીયા અને બળવંત નાગરભાઈ સાંકળીયા રહે.મકનસર નામના શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text