આવતીકાલે મંગળવારે મોરબીના ન્યુ ચિત્રકૂટ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે

- text


મોરબી: આવતીકાલ તારીખ 30 મે ને મંગળવારે PGVCLના મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી ન્યુ ચિત્રકુટ ફીડર સવારે 7 વાગ્યા થી બપોરના 1 વાગ્યા સુધી ફીડર સમારકામની કામગીરી માટે બંધ રહેશે જેના કારણે આ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ કાપ રહેશે.

- text

આવતીકાલે નવલખી રોડ, સેન્ટ મેરી સ્કૂલ આસપાસનો વિસ્તાર, જૂની નવી રેલવે કોલોની, અંબિકા રોડ પરનો વિસ્તાર, સ્ટેશન રોડ, માધાપર, મહેન્દ્રપરા, તખ્તા સિંહજી રોડ, નવાડેલા રોડ, મચ્છી પીઠ, જૂના બસ સ્ટેન્ડ પાસેનો વિસ્તાર, વિસીપરા સ્મશાન રોડ, કુલી નગર 1/2, રોહીદાસ પરા, ગુજરાત સોસાયટી, ચાર ગોડાઉન વગેરે વિસ્તારમાં તથા આસપાસના વિસ્તારોમાં વીજ કાપ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text