વાંકાનેરના વિનયગઢમા શેઢા તકરારમાં છ શખ્સોએ યુવાનને ઢીબી નાખ્યો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિનયગામની સીમમાં ખેતરના શેઢા બાબતે ચાલતી તકરારમાં છ શખ્સોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા ભરતભાઇ રવજીભાઈ ચૌહાણને તમના શેઢા પાડોશી ચમન રમેશભાઈ સાથે તકરાર ચાલતી હોય ગઈકાલે રાત્રીના વિનયગઢ ગામના બંધ દુકાન પાસે હતા ત્યારે આરોપીઓએ એક સંપ કરી હુમલો કર્યો હતો.

- text

વધુમાં આ મામલે ફરિયાદી ભરતભાઇ ચૌહાણે આરોપી સગરામ પાંચા, રમેશ ચમન, મેરામ ચમન, દિનેશભાઇ, સવજી નરસી અને ચમન રમેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તમામ આરોપીઓએ એક સંપ કરી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text