લાયન્સ કલબ અને લિયો સીટી દ્વારા નેત્રમણી, ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

- text


મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લિયો સીટી દ્વારા વિના મૂલ્યે આઠમો નેત્રમણી અને બીજો ઓર્થોપેડીક કેમ્પ યોજાયો હતો. રણછોદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા પ્રેરિત અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિનામૂલ્યે આ બંને કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન પીપળીયા પાસે આવેલ કે પી ટેક નોન વુવન ફેકટરીમાં કરવામાં આવ્યું હતુ

આઠમો નેત્રમણી અને બીજો ઓર્થોપેડીક કેમ્પને હિન્દુ ધર્મ મુજબ દીપ પ્રાગટય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ દીપ પ્રાગટયમાં સેવાભાવી ડોકટરો આ આઠમા કેમ્પના દાતા લા. મણિલાલભાઈ કાવર સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર લા.રમેશભાઈ રૂપાલા તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટ અને પ્રોજેક્ટ ચેરમેન ભીખાભાઈ લોરિયા અને પ્રાનજીવનભાઈ રંગપડીયા સેક્રેટરી લા. કેશુભાઈ ખજાનચી લા. ટી સી ફૂલતરિયા તથા લા. સભ્યો મહાદેવભાઈ તથા મનુભાઈ જાકાસનીયા અને સેવકગણ અને દરિદ્રનારાયનોની હાજરી
હતી.

આ કેમ્પમાં આંખના ૯૮ દર્દીઓને તપાસ્યા જેમાંથી ૨૭ વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ઓર્થોપેડિકમાં આયુષ હોસ્પિટલના સર્જન ડો સૌરભ પટેલે
૨૭ દર્દીઓને તપાસ્યા જેમાંથી ચાર દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કેમ્પની સમગ્ર વ્યવસ્થા લા.રશ્મિકાબેન રૂપાલા તેમજ લિયો કલબના પ્રેસિડેન્ટ અને તેમની ટીમે કરી સદગુરૂદેવ રણછોડદાસ બાપુની આરતી કરી તમામ દરિદ્રનારાયણને ભોજન પ્રસાદ લેવડાવી આ સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરીને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લિયો કલબ ઓફ મોરબી સીટીનો આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો આ સેવાકીય કેમ્પના દાતાએ ઝોન પોલીફેબ એલ.એલ. પી.ના માલિક લા મણિલાલ જે. કાવર તેમના પુત્રો ચેતનભાઈ કાવર અને સંદીપભાઈ કાવર હતા. તેવું પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવરની યાદીમાં જણાવાયું છે.

- text

- text