મોરબી જિલ્લાના 10 છાત્રોનું અમદાવાદ ખાતેની સ્ટેમ કવિઝમાં શાનદાર પ્રદર્શન

- text


કલેકટર અને શિક્ષણ અધિકારીના હસ્તે છાત્રોને સેમસંગ ટેબ્લેટ , ટેલિસ્કોપ , ડ્રોન સહિતની એડવાન્સ ટેકનોલોજી કિટ્સનું વિતરણ

મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્રારા સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જીલ્લામાં 12500 થી વધુ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો. જેમાં મોરબી જીલ્લાના તાલુકા મથકમા 10 વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. જેઓ અમદાવાદ સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વિઝ રમવા ગયેલા હતા.

જે બદલ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીને સેમસંગ ટેબ્લેટ , ટેલિસ્કોપ , ડ્રોન , એડવાન્સ ટેકનોલોજી કિટ્સ આપેલી હતી. જેનું મોરબી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્રારા સંચાલિત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા કલેકટર પંડ્યા તેમજ જીલ્લા શિક્ષણ અધિકારી રાણીપા, વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ એમ ભટ્ટ, વિજ્ઞાન કેન્દ્રના જીલ્લા કો ઓર્ડીનેટર દિપેન ભટ્ટ તેમજ ધી વી સી ટેક હાઈ સ્કુલ પ્રિન્સીપાલ પડસુંબિયાની અધ્યક્ષતામાં વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text