હળવદમાં ઘર પાસે બેસવાની ના પાડતા પાડોશીએ છરીના ઘા ઝીક્યાં

- text


સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા હળવદ પોલીસે તપાસ શરૂ કરી

હળવદ : હળવદ શહેરના મોરબી દરવાજે મોટા ચોક પાસે એક યુવાન પાડોશીના ઘર સામે બેસતો હોય જેથી આ યુવાનને ઘર પાસે નહીં બેસવાનું કહેતા યુવાને મહિલા ઉપર છરી વડે હુમલો કરતા બન્ને પરિવારોએ હળવદ પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.

હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ મીરા વાસમાં રહેતા ઇન્દ્રીશભાઇ દાઉદભાઇ ચૌહાણે મોરબી દરવાજે રહેતા આરોપી
નીઝામ મેહબુબભાઇ મનસુરી, સૈયદા મેહબુબભાઇ મનસુરી, રીયાજ મેહબુબભાઇ મનસુરી અને મેહબુબભાઇ ઉસ્માનભાઇ મનસુરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી નિઝામ તેમના ભાઈના ઘરની સામે બેસતો હોય જેથી ઈદ્રીશભાઈએ નિઝામને ઘર પાસે નહીં બેસવાનું કહેતા નિઝામે ઈદ્રીશભાઈને ગાળો આપી છરી વડે ઈજાઓ પહોંચાડી હતી અને ઝઘડામાં રેહાનાબેનને નાક ઉપર તથા જમણા હાથની આંગળીમાં છરી મારી દઈ આરોપીઓએ જાનથી મારી નાખવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

- text

સામાપક્ષે સૈયદાબેન મહેબુબભાઇ મનસુરીએ આરોપી જાકીર દાઉદભાઇ ચૌહાણ, ઇન્દ્રીશભાઇ દાઉદભાઇ ચૌહાણ, અજરૂદીન દાઉદભાઇ ચૌહાણ અને રેહાનાબેન જાકીરભાઇ ચૌહાણ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં તેમનો ભાઈ નિઝામ ઘર સામે બેસતા હોય જે આરોપીઓને ગમતુ ન હોય ઝઘડો કરી હાથમાં ધોકો તથા છરી સાથે ઝઘડો કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text