હળવદમા સ્ટેટ મોનીટરીંગ સેલના રેતી ચોરી દરોડામાં 30 ઝડપાયા, 20 ફરાર

- text


12 હિટાચી, 13 ડમ્પર, બે ટ્રક, ટ્રેકટર લોડર, ટ્રેકટર ટ્રોલી, 33 મોબાઈલ ફોન સહિત 12.63 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો

હળવદ : હળવદ તાલુકામાં વર્ષોથી ચાલતા રેતીચોરી કારસ્તાનને ભેદવા અંતે સ્ટેટ મોનીટરીંગ સેલે મેદાને આવી ગઈકાલે સાંજથી ઐતિહાસિક કહી શકાય તેવી સૌથી મોટી રેઇડ પાડયા બાદ આજે બપોરે સમગ્ર રેઇડ મામલે હળવદ પોલીસ મથકમાં 30 આરોપીઓને સોંપી આપી 12.63 કરોડનો મુદ્દામાલ સોંપી આપી 20 આરોપીઓને ફરાર દર્શાવી રેતીચોરી પ્રકરણમાં ખનીજ ચોરીની કલમો ઉપરાંત આઇપીસી 379, રેતીચોરી માટે વ્યવસ્થિત કાવતરું ઘડી સરકારની તિજોરીમાં નુકસાન કરવા મામલે કલમ 120 બી અને 114 મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ સી.એન.પરમારની આગેવાનીમાં ગઈકાલે શનિવારે સાંજથી હળવદ તાલુકાના વાટાવદર અને મયુરનગર તેમજ ચાડધ્રા ગામની સીમમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીના કોતરમાં રેતીચોરીના વર્ષો જુના ગોરખધંધા ઉપર ચોતરફથી ભરડો લઈ 25 થી વધુ એસઆરપી જવાનોની મદદ સાથે રેઇડ પાડતા અત્યાર સુધી બ્રાહ્મણી નદીની અમૂલ્ય સંપત્તિને લૂંટી રહેલા રેતમાફિયામા રીતસરનો ફફડાટ મચી ગયો હતો. અત્યાર સુધી સ્થાનિક ખાણ ખનીજની રેઇડ વખતે પેપર ફૂટી જતા ચોર રસ્તે ભાગી જતા રેતમાફિયાઓ સ્ટેટ મોનીટરીંગ સેલના વ્યવસ્થિત પ્લાનિંગને કારણે બચી શક્યા ન હતા અને મુખ્ય આરોપી જીતેન્દ્રસિંહ હિમતસિંહ પરમાર સહિત 30 રેતી ચોરી કરતા આરોપીઓને પકડી પાડી હળવદ પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા.

વધુમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા દરમિયાન 12 હિટાચી મશીન કિંમત રૂપિયા 4,80,00,000, 82,130 ટન રેતી કિંમત રૂપિયા 2,79,24,200, 13 ડમ્પર ટ્રક કિંમત રૂપિયા 3,90,00,000, હિટાચી મશીન લેવા-મુકવાના બે ઓપન કિંમત રૂપિયા 5,00,000, 1 ટ્રેક્ટર લોડર કિંમત રૂપિયા 3,00,000 ટ્રેક્ટર અને ટ્રોલી કિંમત રૂપિયા 3,00,000, 33 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1,51,500, સાત મોટર સાયકલ કિંમત રૂપિયા 2,10,000 સહિત કુલ રૂપિયા 12,63,85,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

આ ચકચારી રેતી ચોરીના મહાકૌભાંડમા સેટસ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 1.સુનિલ કોળી (હળવદ)2. જેઠાભાઈ વણઝારા (હળવદ) 3.જાગો ઉર્ફ ઠુંઠો ભરવાડ (હળવદ) 4. સંદિપ ડેન્જર (રહે. મયુર નગર) 5. ઉદય આહીર (રહે. મોરબી), 6.લાલો આહીર ઉર્ફ બીકે કરશનભાઈ (રહે. મયુરનગર), 7.પરેશ પટેલ (રહે. અણીયારી મોરબી), 8. અક્ષર ચતુરભાઈ (મિયાણી હળવદ), 9.નંબર પ્લેટ વગરની બોલેરોના માલિક/ડ્રાઈવર, 10. મોટર સાયકલ નં.GJ-36-AD-5078 માલિક/ડ્રાઇવર, 11.મોટર સાયકલ નં.GJ-03-DM-1820 માલિક/ડ્રાઇવર, 12. મોટર સાયકલ નં.GJ-36-AD-6239 માલિક/ડ્રાઇવર, 13. મોટર સાયકલ નં.GJ-36N-0449 માલિક/ડ્રાઇવર, 14. હિટાચી લેવા મુકવા નો ખુલ્લી ટ્રક નં.GJ-03-V-9736 માલિક/ડ્રાઈવર, 15. હિટાચી લેવા મુકવા નંબર વગરનો ટ્રકનો માલિક/ડ્રાઈવર, 16) નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરનો માલિક/ડ્રાઈવર, 17. લોડર નં.GJ-03-EA-8321 માલિક/ડ્રાઈવર, 18. ડમ્પર નં.GJ-36V-9324 માલિક/ડ્રાઇવર, 19. ડમ્પર નં.GJ-36-V-1115 માલિક/ડ્રાઇવર અને 20. ડમ્પર નં.GJ-13AW-7073 માલિક/ડ્રાઇવર વિરુદ્ધ ગુન્હો નોંધી આ તમામ 20 આરોપીઓ વિરુદ્ધ પણ આઇપીસી કલમ 379, 120 બી, 114 અને માઇન્સ અને મિનરલ્સ એકટની કલમો મુજબ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

- text