ઉનાળો આવ્યો ! વાંકાનેર નજીક વોડકા – બિયર સાથે એક પકડાયો

- text


વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર નીકળેલા શખ્સને વાંકાનેર તાલુકા પોલીસે ગિરફતમા લીધો

વાંકાનેર : ઉનાળાની શરૂઆત થતા બુટલેગરો વ્હીસ્કીની સાથે વોડકા સપ્લાય કરતા થયા હોવાના અણસાર વચ્ચે વાંકાનેર તાલુકા પોલીસે વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર વોડકા અને બિયરનો જથ્થો લઈને નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે વિઠ્ઠલપર ગામના પાટિયા નજીકથી રૂપિયા 40 હજારની કિંમતના બાઈક ઉપર મૂનવોક ઓરેન્જ વોડકા 10 બોટલ કિંમત રૂપિયા 3000 અને કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ બિયરના 10 ડબલા કિંમત રૂપિયા 1000 સાથે નીકળેલા બાઈક ચાલક મહેશ કેસાભાઇ મેર રહે.હીરાણા, તા.થાન જિલ્લો સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મૂજબ કાર્યવાહી કરી હતી.

- text