હળવદમાં દારૂના ગુન્હામાં ફરાર બુટલેગરને ઝડપી લેતી એસઓજીની ટીમ

- text


મોરબી : મોરબી જિલ્લાના વિવિધ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાની ચાલી રહેલી ઝુંબેશ અન્વયે મોરબી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ.સતીષભાઈ ગરચરને બાતમી મળી હતી કે, હળવદમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલો આરોપી રોહિત ભાણજીભાઈ માકાસણા, રહે ચરડવા, હળવદવાળો મોરબીના લાલપર પાસે આવેલ વિશાલદીપ સોસાયટીમાં રહેતા તેના મામા બેચરભાઈ પટેલના ઘરે આવ્યો હોવાની હકીકત મળતા આ બાતમીના આધારે એસઓજીની ટીમે આજે ત્યાં જઈને આરોપી રોહિત ભાણજીભાઈ માકાસણાને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસના હવાલે કરી દીધો છે.

- text

- text