જયસુખ પટેલના રિમાન્ડ આજે પૂર્ણ, ફરી કોર્ટમાં રજૂ કરાશે

- text


રિમાન્ડ દરમિયાન પોલીસ સમક્ષ શું શું કબૂલાત આપી ? રાજ ખુલશે

મોરબી : મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનાના કેસમાં મુખ્ય એવા આરોપી ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલની થોડા દિવસો પહેલા વિધિવત ધરપકડ બાદ રિમાન્ડ પર સોપાયા હતા. હવે આજે તેમના રિમાન્ડ પુરા થતા ફરી તેમને કોર્ટમાં રજૂ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનાના કેસમાં ત્રણ મહિના બાદ કોર્ટમાં ચાર્જશીટ પોલીસે ફાઇલ કરીને આ કેસમાં ઓરવાના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ સજ્જડ પુરાવા મળતા તેમને દસમા અને મુખ્ય આરોપી તરીકે ફિટ કરતા અંતે થોડા સમય પહેલા જયસુખ પટેલે કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. આથી પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આજે જયસુખ પટેલના રિમાન્ડ પુરા થતા ફરી હવે કોર્ટમાં રિમાન્ડ દરમિયાન જયસુખ પટેલે કઈ કઈ કબૂલાત આપી તે રહસ્ય ઉપરથી પરદો ઉંચકાશે.

- text

- text