મોરબી જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી નવા ઘરમાં ગૃહપ્રવેશ કરતા સેવાભાવી 

- text


મોરબી : મોરબી જલારામ પ્રાર્થના મંદિરે ચાલતા સદાવ્રતમાં લોકો તિથિ નિમિત્તે અથવા અન્ય પ્રસંગે મહાપ્રસાદ યોજીને પુણ્યનું ભાથું બાંધતા હોય છે ત્યારે મોરબીના લોહાણા સમાજના અગ્રણી હરીશભાઈ હાલાણીએ જલારામ પ્રાર્થના મંદિરે ચાલતા સદાવ્રતમાં આજ રોજ મહાપ્રસાદ યોજીને પોતાના નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો. આમ હરીશભાઈ હાલાણીએ ગૃહ પ્રવેશ નિમિત્તે સેવાકાર્યમાં સહયોગ અર્પણ કરી સમાજને નવી રાહ ચીંધી છે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે આજ રોજ મોરબી લોહાણા સમાજના અગ્રણી હરીશભાઈ હાલાણી દ્વારા તેમના નવા ઘરમાં ગૃહ પ્રવેશ નિમિત્તે સદાવ્રતમાં મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના પ્રસંગો ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે. ત્યારે મોરબીના હાલાણી પરિવારે સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ ગૃહ પ્રવેશની શુભકામનાઓ પાઠવી હતી.

- text

- text