ઝૂલતાપૂલ દુર્ઘટના : સિવિલમાં સારવાર હેઠળ રહેલા છ ઇજાગ્રસ્તમાંથી બેને ડિસ્ચાર્જ કરાશે

- text


મચ્છુ નદીમાં તમામ ટિમો દ્વારા સર્ચ ઓપરેશન યથાવત, હજુ લાપતાની ભાળ ન મળી

મોરબી : મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં આજે ચોથા દિવસે પણ મચ્છુ નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ નવા કોઈ લાપતા કે અન્યની ડેડબોડી મળી નથી એટલે સિવિલમાં સારવાર લઈ રહેલા છ ઇજાગ્રસ્તમાંથી બે સ્વસ્થ થતા બપોર બાદ આ બન્નેને રજા આપી દેવાશે

મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં આજે બુધવારે ચોથા દિવસે નદીમાં હજુ બે લાપતા હોવાની આશંકા હોવાથી નેવી, એરફોર્સ, આર્મી સહિતની તમામ ટિમો દ્વારા બોટથી નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને જ્યાં સુધી આ બન્નેની ભાળ ન મળે ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હોવાથી હાલ નદીમાં તમામ ટિમો દ્વારા સઘન શોધખોળ યથાવત છે. નવી કોઈની ભાળ મળી નથી. આ ઘટના કુલ મૃત્યુઆંક 135 જ રહ્યો છે. આ સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ કોઈ ઇજાગ્રસ્ત કે ડેડબોડી નવી સિવિલ આવી નથી. અત્યાર સુધીમાં છ વ્યક્તિઓ દાખલ છે. જેમાં બે સ્વસ્થ થઈ જતા બપોર બાદ આ બન્ને રજા આપી દેવાશે.

- text

- text