મોરબી તાલુકા ગ્રામ પંચાયત સરપંચ એસો.ના પ્રમુખની વરણી 

- text


ઊંચી માંડલ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ પરમારની સર્વ-સંમતિથી પ્રમુખ તરીકે નિયુક્ત

મોરબી : મોરબી તાલુકા ગ્રામ પંચાયત સરપંચ એસોસિએશનની મીટીંગમાં સર્વ સંમતિથી ઊંચી માંડલ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ પરમારની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પંચાયત સરપંચ અસોસિએશનની આજરોજ ઊંચી માંડલ ગામ, બાપાસીતારામ હોટલ ખાતે પ્રમુખપદ માટેની વરણી બાબતની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, આ મિટિંગમાં મોરબી તાલુકા ગ્રામ પંચાયત સરપંચ અસોસિએશનના આવેલ તમામ ગ્રામ પંચાયતના સરપંચોની સર્વ સંમતિથી ઊંચી માંડલ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જીલુભા પરમારની મોરબી તાલુકા સરપંચ અસોસિએશનના પ્રમુખપદ માટે વરણી કરવામાં આવી હતી.

- text

આ તકે મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ બનવા બદલ રવિરાજસિંહ પરમારને સર્વે ગ્રામ પંચાયત સરપંચોએ અભિનંદન પાઠવ્યા હતા.

- text