મોરબી નજીક આઇસરમાં ભુસાની આડમાં છુપાવેલ રૂ. 6.79 લાખનો દારૂ ઝડપાયો

- text


બંધ હાલતમાં રહેલા પેટ્રોલપંપની બાજુમાં પડેલ આઇસરમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી, કુલ રૂ.૧૦,૨૯,૫૦૦નો મુદ્દામાલ કબ્જે

મોરબી : દિવાળીના તહેવારોમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય થયા હોવાના એંધાણ મળતા પોલીસે પણ કડક કાર્યવાહી કરી છે. જેમાં મોરબીના રફાળેશ્વર પાસે ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલ પેટ્રોલપંપ પાસે આઇશર ટેમ્પોમાં ભુસાની આડમાં ઇગ્લીશ દારૂ છુપાવેલ હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી અને મોરબી તાલુકા પોલીસે દારૂ ભરેલા આઇસર સહિત કુલ રૂ.૧૦,૨૯,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.એ.દેકાવાડીયા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા. ત્યારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. ભગીરથભાઇ લોખીલ તથા રમેશાભાઇ મુંધવાને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે, ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલ પેટ્રોલપંપ પાસે એક શંકાસ્પદ આઇસર પડેલ છે તેવી હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફના માણસોએ ખરાઇ કરતા આઇશરમાં ઠાઠામાં સફેદ કલરના ભુસાના બાચકાની આડમાં મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કી ઓરીઝનલ ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૧૮૧૨ (૧૫૧ પેટી) કિં.રૂ.૬,૭૯,૫૦૦ તથા મુદ્દામાલ રાખવામાં તથા હેરફેરમાં ઉપયોગમાં લીધેલ આઇસર નં. GJ-03 1-6862ની કિ.રૂ.૩,૫૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૧૦,૨૯,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી હાજર ન મળી આવેલ આઇસર ચાલક અને આ ગુનામાં જે આરોપીઓના નામ ખુલે તે તમામ સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text