મોરબી જિલ્લા NSUIની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ

- text


 

આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરાઇ

મોરબી : મોરબી જિલ્લાની NSUIની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી.જેમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતાં.

મોરબી જિલ્લા NSUIની વિસ્તૃત કારોબારીની બેઠક ગુજરાત પ્રદેશ NSUIનાં નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકીની ઉપસ્થિતિમાં મોરબી સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.જેમાં આગામી વિધાનસભા ચુંટણીમા NSUIની ભુમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

- text

ગુજરાતભરમા FRC કમિટી સામે ફી મુદ્દે NSUI મોરચો માંડશે.ગુજરાત NSUI પ્રમુખ આવનાર દિવસોમાં ડ્રગ માફિયા વિરૂદ્ધ અને એન્ટી ડ્રગનાં કાર્યક્રમો કરશે.

આ મીટિંગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને NSUI, યુથ કોંગ્રેસ અને કોંગ્રેસનાં આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text