મયુરનગરની હાઈસ્કૂલમાં પાણીની સમસ્યાનો હલ કરતા બોરવેલના માલિક

- text


બોરવેલના માલિકે સ્વખર્ચે હાઈસ્કૂલમાં અને ગામના ચરમરીયા દાદાના મંદિરે બોર કરાવિ માનવ સેવાને દીપાવી

હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ હાઈસ્કૂલમાં ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા હતી. આથી વિદ્યાર્થીઓને પડતી હાલાકીને ધ્યાને લઈને મુળ મયુરનગર ગામના બોરવેલના માલિકે પોતાના ખર્ચે હાઈસ્કૂલમાં બોર કરી આપી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કરાવી દિધો હતો.

- text

 

હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ સુરેખાબેન હસમુખભાઈ ગાર્ડી હાઈસ્કૂલમાં ઘણા સમયથી પાણીની ગંભીર સમસ્યા હતી. અગાઉ નળ વાટે પાણી આવતું હતું. તેમાં કોઈ ખામી સર્જાતાં આ આ હાઈસ્કૂલમાં ઘણા સમયથી દરરોજ પાણીની હાડમારી સર્જાતી અને વિધાર્થીઓ તેમજ સ્ટાફ અને શિક્ષકોને પણ ભારે મુશ્કેલી પડતી હતી.આથી મૂળ હળવદના મયુરનગરના વતની અને હાલ ચરાડવામાં રહેતા કુળદેવી બોરવેલના માલિક બકુલભાઈ બાબુભાઇ પ્રજાપતિ વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા હતા અને તેઓએ પોતાના કુળદેવી બોરવેલ દ્વારા આ હાઈસ્કૂલમાં પોતાના ખર્ચે બોર ગાળીને પાણીની સમસ્યા એકઝાટકે દૂર કરી દીધી હતી. આ ઉપરાંત આ ગામમાં જ આવેલ ચરમરીયા દાદાના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં લોકો દર્શને આવતા હોય સાથે જ અહીં અનેક વૃક્ષો પણ વાવવામાં આવ્યા હોય પરંતુ ત્યાં પાણીની વ્યવસ્થા ન હોવાથી ભક્તોને હાલાકી પડતી હોય બકુલભાઈ પ્રજાપતિએ ત્યાં પણ બોર ગરાવી આપ્યો હતો.

- text