હળવદ હાઇવે ઉપર કોયબા તરફનો માર્ગ હવે શહીદ વનરાજસિંહના નામે ઓળખાશે

- text


જિલ્લા પંચાયતની બેઠકમાં આ રોડનું 1971ના યુદ્ધના શહીદના નામનું નમકરણ કરાયું

હળવદ : હળવદ હાઇવે ઉપર વિસોમો હોટલથી કોયબા તરફના એપ્રોચ રોડ હવે શહીદ વનરાજસિંહના નામે ઓળખાશે. જેમાં જિલ્લા પંચાયતની બેઠકમાં આ રોડનું 1971ના યુદ્ધના શહીદના નામનું નમકરણ કરાયું છે.

- text

મોરબી જિલ્લા પંચાયતની બેઠક તાજેતરમાં યોજાઇ હતી. જેમાં હળવદના કોયબા તરફના માર્ગનું શહીદવીરના નામનું નામકરણ કરવામાં આવ્યું હતું. વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં મૂળ હળવદના કોયબા ગામના જાબાઝ સૈનિક વનરાજસિંહ હાલુંભા ઝાલા વીરગતિ પામ્યા હતા.ત્યારે હળવદવાસીઓની લાગણી અને માગણીને ધ્યાને લઈને જિલ્લા પંચાયતમાં ખાસ ઠરાવ કરીને હળવદ હાઇવે ઉપર વિસોમો હોટલથી કોયબા તરફના એપ્રોચ રોડને વનરાજસિંહ હાલુંભા ઝાલાનું નામકરણ કરવામાં આવ્યું છે. આથી હળવદવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

- text