રેસિપી સ્પેશિયલ : જાણો.. ઘરે જ એકદમ ટેસ્ટી પાલકની સેવ બનાવવાની રીત

- text


આપણે મોટાભાગે એવું બનતું હોય કે નાસ્તામાં એકની એક વાનગી ખાઈને કંટાળ્યા હોય. ત્યારે નવો સ્વાદ માણવા માટે સાદી સેવાના બદલે પાલકની સેવનો પ્રયોગ કરી શકાય છે. પાલકની સેવ ઘરે નાસ્તામાં બનાવશો તો સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે. તો નોંધી લો તમે પણ આ રીત..

પાલકની સેવ બનાવવાની સામગ્રી

1. પાલક
2. ચણાનો લોટ
3. લીલા મરચા
4. સંચળ
5. ચાટ મસાલો
6. લાલ મરચું
7. સ્વાદાનુંસાર મીઠું
8. તેલ
9. તળવા માટે તેલ

પાલકની સેવ બનાવવાની રીત

1. સૌ પ્રથમ પાલકને બરાબર ધોઇ લો જેથી કરીને રેત ના આવે. કારણકે લીલા શાકભાજીને બેથી ત્રણ વાર પાણીમાં ધોવા જોઇએ.

2. હવે પાલક અને લીલા મરચાને મિક્સરમાં ક્રશ કરીને એક પેસ્ટ બનાવી લો.

3. ત્યારબાદ એમાં તેલ નાંખીને બરાબર મિક્સ કરી લો.

4. હવે આ મિશ્રણમાં સંચળ, મીઠું, ચાટ મસાલો, લાલ મરચું નાંખો અને બરાબર રીતે મિક્સ કરી લો. આ મિશ્રણ તમે એક જ બાજુ હલાવો છો તો વધારે સારું.

- text

5. ત્યારબાદ આ મિશ્રણમાં ચણાનો લોટ નાંખો અને થોડો કઠણ લોટ બાંધી લો.

6. આ પ્રોસેસ થઇ જાય પછી કડાઇમાં તેલ ગરમ કરવા મુકો.

7. તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ પાડવાનો સંચો લો અને એમાં સેવની ઝાળી નીચે ફીટ કરો.

8. ત્યારબાદ આ મિશ્રણને સંચામાં ભરો અને ઉપરથી બંધ કરી લો.

9. તમે આ પ્રોસેસ કરશો તો ત્યાં સુધીમાં તેલ ગરમ થઇ જશે એટલે એમાં સંચાની મદદથી સેવ પાડવાનું શરૂ કરી દો.

10. તેલમાં સેવ આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ધીમાં તાપે તળો અને પછી બહાર કાઢી લો.

તો તૈયાર છે પાલકની સેવ.

જો તમે ઇચ્છો છો તો આમાં ફુદીનો પણ ક્રશ કરીને નાંખી શકો છો. આ પાલક-ફુદીના સેવ પણ ટેસ્ટમાં એટલી જ મસ્ત લાગે છે. તમે ઇચ્છો તો પાલકને બાફીને પણ ક્રશ કરી શકો છો.

 

- text