મોરબીમાં ચિખલિયા પરિવાર દ્વારા માતા-પિતાની પુણ્યતિથિ નિમિતે દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ

- text


લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સહયોગથી ટ્રાયસિકલ અપાઈ

મોરબી : મોરબીમાં ચિખલિયા પરિવારના સ્વજનોની પુણ્યતિથિ નિમિતે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સહયોગથી બે દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ પંચમુખી હનુમાનજી મંદિર મોરબી-૨ ખાતે અર્પણ કરવામાં આવી હતી.આ ટ્રાયસિકલ અર્પણ કાર્યક્રમમાં ચિખલિયા પરિવાર તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો હાજર રહ્યા હતા.

ભાવેશભાઈ તેમજ બિપીનભાઈના પિતાશ્રી સ્વ.છગનભાઈ ચિખલિયા અને માતાશ્રી સ્વ.શાંતાબેનની પુણ્યતિથી નિમિતે બે દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ કરી સાથે પોતાના પિતાશ્રીની કર્મભૂમિ પંચમુખી હનુમાનના આશીર્વાદ મેળવ્યા હતા.આ ટ્રાયસિકલ વિતરણ પ્રસંગે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ સી ફૂલતરિયા,પાસ્ટ પ્રેસિડેન્ટ એ.એસ.સુરાણી સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા,મહાદેવભાઈ ચિખલીયા,હિતેન્દ્રભાઈ ભાવસાર,રસ્મિકાબેન રૂપાલા,મોરબી ફોટો વિડિઓ એસોસિયેશનના પ્રમૂખ મહાદેવભાઈ ઊંટવડિયા,જયસુખ પટેલ,ખીમજીભાઈ પટેલ,દિલીપભાઈ, ચીખલીયા પરિવારના વડીલ સભ્યો તેમજ તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં લાયન્સ કલબ ઇન્ટરનેશલ ડિસ્ટ્રિક 3232 જે સૌરાષ્ટ્ર કરછના દ્વિતિય વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર રમેશભાઇ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેલ હતા.

ત્યારે તેમને જણાવેલ કે શુભ પ્રસંગોએ તેમજ આપના સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે સમાજના જરૂરિયાતવાળા લોકોને ઉપયોગી બની તેના જીવનમાં અજવાળું પાથરીને એની જરૂરિયાતને સંતોષવાના જો પ્રયત્નો થશે.તો સમાજમાં નવી ચેતના જાગશે અને સેવા પરમો ધર્મ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી શકાશે.ત્યારબાદ પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરીયા ઉપસ્થિત સર્વેનો તેમજ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.તેવું યાદીમાં જણાવેલ હતું.

- text

- text