માળીયા-વનાળિયા ગ્રામ પંચાયતના સરપંચે રાજ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

- text


રાજ્યમંત્રીનું શાલ ઓઢાડી સન્માન કરાયું

મોરબી : મોરબી તાલુકાના માળિયા વનાળિયા ગ્રામ પંચાયતના સરપંચ,સભ્યો તથા જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા રાજ્ય પંચાયત મંત્રીની
શુભેચ્છા મુલાકાત કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી તાલુકાના નવીન અસ્તિત્વમાં આવેલ માળિયા વનાળિયા ગ્રામ પંચાયતના સરપંચ,સભ્યઓ તથા જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા દ્વારા ગુજરાત રાજ્ય પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાથે શુભેચ્છા મુલાકાત કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

- text

આ સાથે નવીન અસ્તિત્વમાં આવેલ ગ્રામપંચાયત હોય વર્ષોથી વિકાસના કામો થયેલા નથી.જેથી ઝડપથી વિસ્તારોમાં વિકાસના કામો થાય તે પણ ચર્ચા કરવામાં આવી હતી.બ્રિજેશભાઈ મેરજા દ્વારા બને તેટલા ઝડપી વિકાસના કામો ચાલુ કરવાની ખાતરીપૂર્વક વાત કરવામાં આવેલ હતી.

- text