મોરબીની બિલ્લાલી મસ્જિદ ખાતે કોંગ્રેસ દ્વારા યોજાઈ ઈફ્તાર પાર્ટી

- text


 

મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વીસીપરા ખાતે આવેલ બિલ્લાલી મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો માટે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અને મુસ્લિમ બિરાદરો રોઝા રાખી પવિત્ર રમઝાન માસ ઉજવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોઝા ખોલવવા માટે એક ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઇ પટેલ, રાજુભાઈ કાવર, રમેશભાઈ રબારી સહિતના કોંગી અગ્રણીઓ તેમજ હુસેનભાઈ ભટ્ટી, અને ગુલામભાઈ સહિતના મુસ્લિમ અગ્રણીઓએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text