માળીયાના ઘાટીલા ગામની સીમમાં જુગાર રમતા સાત ઝડપાયા

- text


માળીયા પોલીસે રૂપિયા 98,700 કબ્જે કર્યા

માળીયા : માળીયા મિયાણા પોલીસે ઘાટીલા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 98,700 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

માળીયા પોલીસે બાતમીને આધારે ઘાટીલા ગામની કોઠારીયા સીમમાં દરોડો પાડી અંબારામભાઇ છનારીયાની વાડી પાસે લીંબડાના ઝાડ નીચે જુગાર રમતા પ્રવિણભાઇ બેચરભાઇ ભોરણીયા, રહે.દેવળીયા તા.હળવદ, પિયુષભાઇ લાલજીભાઇ વિઠલાપર, રહે.ખાખરેચી, ચંદુલાલ જાદવજીભાઇ કાલરીયા, રહે. રોહીશાળા તા.માળીયા, દિનેશભાઇ બાબુભાઇ લોલાડીયા, રહે,વેણાસર તા.માળીયા, વિપુલભાઇ કાનજીભાઇ ગડેશીયા, રહે,નવા દેવળીયા તા.હળવદ ઘનશ્યામભાઇ હરીશીહભાઇ ગઠવી, રહે,જુના ઘાટીલા તા.મોરબી અને અંબારામભાઇ ગાંડુભાઇ છનારીયા, રહે.જુના ઘાટીલા તા.માળીયા વાળાને રોકડા રૂપિયા 98,700 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text