માળીયા હાઇવે ઉપર ઇનોવા કારમાં દારૂ – બિયરનો જથ્થો ઝડપાયો

- text


માળીયા પોલીસે એક શખ્સને ઝડપી લીધો : એક આરોપીનું નામ ખુલ્યું

માળીયા : માળીયા મીયાણા પોલીસે નેશનલ હાઈવે પરથી ઇનોવા કારમાં ઈંગ્લીશ દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને દબોચી લઇ આ ગોરખધંધામાં અન્ય એક આરોપીનું નામ ખોલવામાં સફળતા મેળવી છે.

- text

માળીયા મીયાણા પોલીસને બાતમી મળી હતી કે સફેદ કલરની ઈનોવા કાર નંબર જીજે- 21-એમ-6686 ઇંગ્લિશ દારૂ ભરીને કચ્છથી માળીયા તરફ આવી રહી છે. જેને પગલે હોનેસ્ટ હોટલ નજીક વોચ ગોઠવી આ કારને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 120 કિંમત રૂપિયા 60,000 અને બીયરના ટીન નંગ 672 જેની કિંમત રૂપિયા 67200 તથા મોબાઇલ ફોન અને ઈનોવા કાર કબજે કરી મયુરસિંહ ભરતસિંહ (રહે. સુખપર, તા- હળવદ)નાને ઝડપી પડ્યો છે. જ્યારે રવિ પટેલ નામના અન્ય એક આરોપીને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

- text