હડમતિયાના શિક્ષકે બાળકોને નાસ્તો કરાવી જન્મદિવસ ઉજવ્યો

- text


 

ટંકારા : આજે હડમતિયા ગામની કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ લોનો બર્થ-ડે હોવાથી આધુનીક મોબાઇલ યુગમાં વિધાર્થીઓને જાણ થઈ જતાં વિધાર્થીઓએ પોતાના ગુરુનો જન્મદિવસ ઉજવવાની પુર્ણ હઠ કરતા શિક્ષકે પોતાના શિષ્યના પ્રેમને વશ તમામ કન્યા-કુમારશાળાના આશરે ૩૦૦ બાળકોને ગરમા ગરમ ભરપેટ પફનો નાસ્તો કરાવતા બાળકો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા સાથે બાળકોએ કેક કાપી શિક્ષકગણના મોં મીઠાં કરાવ્યા હતા.

- text