હળવદના 534માં સ્થાપના દિનની ઉજવણી સંપન્ન

- text


અમર મહેલ હળવદ ખાતે હળવદ-ધ્રાંગધ્રા રાજપરિવારના મહારાજકુમાર દેવરાજસિંહજી ઝાલા,રાજરાણા પ્રહલાદસિંહજી ઝાલા સોખડા ખાસ ઉપસ્થિતી

હળવદ : આજરોજ હળવદ શહેરના 534માં સ્થાપના દિવસની રાજવી પરિવાર દ્વારા પરંપરાગત પૂજન અર્ચન અને વિધિ વિધાન મુજબ ઉજવણી કરવામાં આવી હતી.

હળવદ શહેરના 534માં સ્થાપના દિન નિમિત્તે રાજપરિવાર દ્વારા રાજમહેલ ચોક સ્થિત બત્રીસ થંભીમા જે હળથી હળવદ ગામનો પાયો નાખવામાં આવ્યો હતો એ હળનું પૂજન તેમજ તોરણ વિધાન,ગૌ પૂજન, અશ્વ પૂજન,શિવ શક્તિ પૂજન વિધિ કરી રાજરાજેશ્વરી આધ્યાશક્તિમાંના આશિષ પ્રાપ્ત કરી અને શરણેશ્વર દાદાના દર્શન કરવામાં આવ્યા હતા.

હળવદ શહેરના સ્થાપના દિન નિમિત્તે અમર મહેલ હળવદ ખાતે હળવદ-ધ્રાંગધ્રા રાજપરિવારના મહારાજકુમાર દેવરાજસિંહજી ઝાલા,રાજરાણા પ્રહલાદસિંહજી ઝાલા સોખડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હળવદ- ધ્રાંગધ્રા મહારાજા શ્રી રાજ જયસિંહજી મેઘરાજસિંહજી સાહેબે અમેરિકાથી આ ઉજવણી પ્રસંગે શુભ આશીષ અને શુભેચ્છાઓ પાઠવેલ આ કાર્યક્રમને શ્રી હળવદ સ્થાપના દિન મહોત્સવ સમિતિ,ઝાલાવાડ પ્રાંત,શ્રી હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ,શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ, સુરેન્દ્રનગર દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

- text

- text