તોતિંગ વ્યાજ વસુલ કરનાર મફા વિરુદ્ધ અંતે ગુન્હો નોંધતી હળવદ પોલીસ

- text


24 લાખના 88 લાખ વસુલ કરી હજુ પણ 53.96 લાખ રૂપિયાની ઉઘરાણી કરવી ભારે પડી

હળવદ : હળવદના યુવાને વર્ષ 2009 અને ત્યાર બાદ કટકે – કટકે વ્યાજે લીધેલા રૂપિયા 24 લાખના 88 લાખ રૂપિયા વસુલ કરનાર ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના મફાભાઈ નામના શખ્સે સતત ઉઘરાણી ચાલુ રાખી હજુ પણ 53.96 લાખની ઉઘરાણી કરતા આ મામલે હળવદ પોલીસ મથકમાં થયેલી અરજી બાદ ગતરાત્રીના હળવદ પોલીસે અંતે ગુન્હો દાખલ કર્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા મફાભાઈ ખોડાભાઈ મેવાડા પાસેથી હળવદના કુંભાર દરવાજા નજીક રહેતા સંજયભાઈ એમ.ભરવાડ નામના યુવાને વર્ષ 2009 થી 2021 દરમિયાન કટકે કટકે જરૂરત મુજબ રૂપિયા 24 લાખ વ્યાજે લઈ બદલામાં વ્યાજ સહિત રૂપિયા 88 લાખ ચૂકવી આપ્યા હતા.

- text

આમ છતાં આરોપી મફાભાઈ ખોડાભાઈ ભરવાડ દ્વારા વ્યાજનું વ્યાજ પડાવવા હજુ પણ રૂપિયા 53.96 લાખ આપવા પડશે તેમ કહી સંજયભાઈને ફોનમાં અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી તેમજ સંજયભાઈના ઘરે જઈ બિભિત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સંજયભાઈએ હળવદ પોલીસ મથકમાં અરજી આપી હતી જે અન્વયે હળવદ પોલીસે આરોપી મફા ભરવાડ વિરુદ્ધ આઈપીસી કલમ 504,506(2) તથા ગુજરાત નાની ધિરાણ અધિનિયમ 2011 ની કલમ 533(3),40,42 મુજબ ગુન્હો દાખલ કરી આરોપી મફાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text