હળવદ ચરાડવાના યુવાને રાજ્ય વેરા અધિકારી વર્ગ-૨માં પ્રમોશન મેળવ્યું

- text


હળવદ : હળવદના ચરાડવા ગામના વતની યુવાને રાજ્ય વેરા અધિકારી વર્ગ-૨(જી.એસ.ટી.વિભાગ-ગુજરાત સરકાર)માં પ્રમોશન મેળવી માકાસણા પરીવાર અને હળવળ પંથકનું ગૌરવ વધાર્યું છે.

- text

હળવદના ચરાડવા ખાતે ચૈતન્યનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રકુમાર મહાદેવભાઈ માકાસણ અથાગ મહેનતથી રાજ્ય વેરા નિરિક્ષક વર્ગ-૩માં ઉતીર્ણ થઇ નોકરી મેળવી હતી.જે બાદ તેમને પ્રમોશન મળતા રાજ્ય વેરા અધિકારી વર્ગ-૨(જી.એસ.ટી.વિભાગ-ગુજરાત સરકાર)માં હોદ્દો મેળવેલ છે.તેઓ હાલ મોરબી ખાતે રાજ્ય વેરા નિરિક્ષક વર્ગ-૩માં ફરજ બજાવે છે.નરેન્દ્રકુમાર મહાદેવભાઈ માકાસણને રાજ્ય વેરા અધિકારી વર્ગ-૨માં પ્રમોશન મળતા માકાસણા પરીવાર ગૌરવ અનુભવે છે.

- text