હળવદ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર રોંગ સાઈડમાં આવેલ કાર ચાલકે બાઇકને ઉલાળ્યું

- text


અકસ્માત સર્જી નાસી ગયેલ કાર ચાલક વિરુદ્ધ

હળવદ : હળવદ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર રોંગ સાઈડમાં ધસી આવેલા કાર ચાલકે બાઈક ચાલકને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર નવાપ્લોટ વિસ્તારમાં રહેતા અજીતભાઇ કેહરભાઇ રાઠોડ હળવદથી ધ્રાંગધ્રા ફોર ટ્રેક રોડ ઉપર પોતાનુ મોટર સાયકલ રજી નં. GJ-13-LL-4297 લઇને ધ્રાંગધ્રા તરફ જતા હતા તે વખતે લાલ કલરની ફોરવ્હીલ કાર રજી નંબર GJ-36-L-9336 ના ચાલકે અચાનક રોંગ સાઈડમાં ધસી આવી અકસ્માત સર્જી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હતો.

- text

અકસ્માતની આ ઘટના અંગે ઇજાગ્રસ્ત અજીતભાઇ કેહરભાઇ રાઠોડે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારના નંબરને આધારે કાર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૮,તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text