મકાનમાંથી 156 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, બીજાનું નામ ખુલ્યું

- text


હળવદના સાપકડા ગામે રહેણાક મકાનમાં દોરડો

હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે રહેણાક મકાનમાં સંઘરેલો વિદેશી દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો હતો.જેમાં પોલીસે એક આરોપીને 156 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે આ દારૂ પ્રકરણમાં અન્ય એક શખ્સનું નામ ખૂલતાં તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેણાક મકાનમાં દારૂનો સંગ્રહ કરી વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસને મળી હતી. જેને લઇ હળવદ પી.આઈ. પી.એ દેકાવાડિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી. પનારા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સાપકડા ગામે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા 156 બોટલ દારૂ મળી આવ્યો હતો. સાથે જ આરોપી ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનુભા ગંભીરસિંહ ઝાલાને ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઇ આવી તપાસ હાથ ધરી હતી.

- text

આ દારૂ પ્રકરણમાં વધુ એક ધાંગધ્રા તાલુકાના ચૂંલી ગામના પીન્ટુભાઇ મથુરભાઈ રોજાસરાનું નામ ખૂલતાં પોલીસ દ્વારા તેને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. હાલ પોલીસ દ્વારા 156 બોટલ દારૂ કિંમત રૂપિયા 46,800 નો મુદ્દામાલ કબજે લઇ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text