લેન્ડ ગ્રેબિંગ કેસમાં જડેશ્વર મંદિરના બે પૂજારીઓની આગોતરા જામીન અરજી રદ

- text


મંદિરના ટ્રસ્ટીએ થોડા સમય પહેલા બન્ને પૂજારીઓ સામે મંદિરની મિલ્કત પચાવી પડયાની ફરિયાદ નોંધાવી હતી

મોરબી : મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિરની મિલ્કત મામલે ટ્રસ્ટી અને પૂજારીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદના અંતે થોડા સમય પહેલા આ મંદિરના ટ્રસ્ટીએ બે પૂજારીઓ સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ મંદિરની મિલ્કત પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી બન્ને પૂજારીઓએ લેન્ડ ગ્રેબીગ કેસમાં ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ બન્ને આરોપીઓના આગોતરા જામીન નામંજૂર કરી દેતા ધરપકડનો માર્ગ મોકળો થયો છે.

- text

મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિરમાં સેવાપૂજાનું કામ સાંભળતા બે પૂજારીઓ હર્ષદગિરી ગોવિંદગિરી ગૌસ્વામી અને રાજુગીરી ગોવિંદગિરી ગૌસ્વામી સામે થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ મથકે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ખુદ જડેશ્વર મંદિરના ટ્રસ્ટી યશવંતભાઈ જોષીએ જ આ બન્ને પૂજારી સામે મંદિરની મંદિરની મિલ્કત પચાવી પાડવાનો કારસો રચ્યાની ફરિયાદ નોંધાવતા આ લેન્ડ ગ્રેબીગ કેસની ડીવાયએસપી તપાસ ચાલવી રહ્યા છે. દરમિયાન આ લેન્ડ ગ્રેબીગ કેસમાં ધરપકડથી બચવા બન્ને આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન આજે કોર્ટમાં સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો અને તપાસ કરનાર અધિકારીઓને સાંભળીને કોર્ટે આ બન્ને આરોપીઓના આગોતરા જામીન ફગાવી દીધા હતા.

- text