ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.૫૨૮ અને ચાંદીમાં રૂ.૧,૩૯૨નો ઘટાડો: ક્રૂડ તેલમાં પણ સેંકડા ઘટ્યા

- text


 

કોટન, સીપીઓ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈ: મેન્થા તેલમાં સુધારો: પ્રથમ સત્રમાં રૂ. ૧૩૭૦૪ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨૦૮૦૩૦ સોદામાં રૂ. ૧૩૭૦૪.૪૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવ ઘટી આવ્યા હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૨૮ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૩૯૨ તૂટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ અને એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન, સીપીઓ અને રબરના વાયદા ઘટ્યા હતા, જ્યારે મેન્થા તેલ સુધર્યું હતું.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૩૧૫૬૭ સોદાઓમાં રૂ. ૭૧૭૩.૮૯ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯૩૫૫ ખૂલી, ઊપરમાં રૂ. ૪૯૩૯૯ અને નીચામાં રૂ. ૪૮૮૨૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૨૮ ઘટીને રૂ. ૪૮૯૨૦ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૩૫ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૯૨૫૯ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૯ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૪૮૩૭ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૭ ઘટીને બંધમાં રૂ. ૪૮૯૦૧ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૭૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૬૭૦૦૦ અને નીચામાં રૂ. ૬૫૭૫૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૯૨ ઘટીને રૂ. ૬૫૯૦૮ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. ૧૩૭૩ ઘટીને રૂ. ૬૫૮૯૮ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ. ૧૩૫૨ ઘટીને રૂ. ૬૫૯૦૧ બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૭૬૬૦ સોદાઓમાં રૂ. ૧૮૨૧.૮૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૩૮૫૯ ખૂલી, ઊપરમાં રૂ. ૩૮૫૯ અને નીચામાં રૂ. ૩૭૭૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૧૦ ઘટીને રૂ. ૩૭૮૪ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૫૬૪૬ સોદાઓમાં કુલ રૂ. ૬૮૭.૧૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ. ૨૧૧૭૦ ખૂલી, ઊપરમાં રૂ. ૨૧૩૧૦ અને નીચામાં રૂ. ૨૧૧૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૯૦ ઘટીને રૂ. ૨૧૧૮૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૯૨૨.૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૨ ઘટીને બંધમાં રૂ. ૯૧૮.૪ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ. ૯૫૬.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૯૬૫ અને નીચામાં રૂ. ૯૫૬.૫ રહી, અંતે રૂ. ૯૬૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૨૧૬ ખૂલી, ઊપરમાં રૂ. ૧૨૨૫ અને નીચામાં રૂ. ૧૨૧૬ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર રૂ. ૧૨૧૯.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૨૧૨૩ સોદાઓમાં કુલ રૂ. ૩૬૯૭.૧૭ કરોડ ની કીમતનાં ૭૫૧૨.૯૭૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૯૪૪૪ સોદાઓમાં કુલ રૂ. ૩૪૭૬.૭૨ કરોડ ની કીમતનાં ૫૨૩.૪૯૯ ટન, ક્રૂડ તેલમાં ૪૯૧૯ સોદાઓમાં રૂ. ૨૮૬.૩૫ કરોડનાં ૭૪૯૨૦૦ બેરલ્સ, કોટનમાં ૨૦૦૪ સોદાઓમાં રૂ. ૨૧૪.૦૬ કરોડનાં ૧૦૦૦૭૫ ગાંસડી, સીપીઓમાં ૩૪૫૦ સોદાઓમાં રૂ. ૪૬૦.૦૦ કરોડનાં ૪૯૯૯૦ ટન, મેન્થા તેલમાં ૧૦૦ સોદાઓમાં રૂ. ૧૧.૨૯ કરોડનાં ૧૧૬.૬૪ ટન, કપાસમાં ૩૪ સોદાઓમાં રૂ. ૮૫.૩૯ લાખનાં ૧૪૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૮૩૦૦.૬૧૪ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૨૦.૧૭૫ ટન, ક્રૂડ તેલમાં ૧૯૫૮ બેરલ્સ, કોટનમાં ૧૮૨૯૫૦ ગાંસડી, સીપીઓમાં ૯૧૪૩૦ ટન, મેન્થા તેલમાં ૧૦૧.૫૨ ટન અને કપાસમાં ૨૭૨ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૦૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૯ ખૂલી, ઊપરમાં રૂ. ૮૬.૫ અને નીચામાં રૂ. ૩૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૮.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૦.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૪૮૨ અને નીચામાં રૂ. ૨૦૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૪૫ બંધ રહ્યો હતો.
ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૬૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૨૨૧૮ ખૂલી, ઊપરમાં રૂ. ૨૨૧૮ અને નીચામાં રૂ. ૧૮૯૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૯૩૭.૫ બંધ રહ્યો હતો.

જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૯૩૨ ખૂલી, ઊપરમાં રૂ. ૨૫૪૪.૫ અને નીચામાં રૂ. ૧૯૩૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૪૩૩.૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૩૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૪૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૪૭ અને નીચામાં રૂ. ૧૧૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૧૯.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૩૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૪૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૮ અને નીચામાં રૂ. ૧૩૯.૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૭૨.૫ બંધ રહ્યો હતો.

- text