MCX વિક્લી રિપોર્ટ : બુલડેક્સ ફ્યુચર્સમાં 471 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 583 પોઈન્ટની મૂવમેન્ટ

- text


કોટનના વાયદામાં રૂ. ૩૪૦નો સાપ્તાહિક ધોરણે ઉછાળો : કપાસ, સીપીઓમાં તેજીનો માહોલ
સોનાના વાયદાના ભાવમાં રૂ. ૨૨૫ અને ચાંદીમાં રૂ. ૧૦૦નો ઘટાડો : બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિ : મેન્થા તેલમાં નરમાઈ

મુંબઈ : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૪થી ૧૦ ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૨૫ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧૦૦ ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ વધીને બંધ થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં વૃદ્ધિ થઈ હતી. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન) અને કપાસના વાયદામાં ઉછાળો હતો. સીપીઓમાં તેજીના માહોલ સામે મેન્થા તેલમાં નરમાઈ હતી.

દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો ડિસેમ્બર વાયદો ૧૫,૨૨૩ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૫૩૮ અને નીચામાં ૧૫,૦૬૭ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૪૭૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૫૫ પોઈન્ટ ઘટી ૧૫,૧૫૮ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૩,૪૧૫ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૩,૯૨૫ અને નીચામાં ૧૩,૩૪૨ બોલાઈ, સપ્તાહ દરમિયાન ૫૮૩ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૪૩૫ પોઈન્ટ વધીને ૧૩,૮૪૨ના સ્તરે બંધ થયો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯,૪૧૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૦,૧૭૫ અને નીચામાં રૂ.૪૮,૮૭૪ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૨૨૫ના ભાવઘટાડા સાથે રૂ.૪૯,૦૭૭ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો ડિસેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૯,૫૪૯ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮૪ના ભાવઘટાડા સાથે રૂ.૩૯,૪૦૬ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ડિસેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૯૪૯ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૪ ઘટી બંધમાં રૂ.૪,૯૨૭ના ભાવ થયા હતા. સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯,૪૨૪ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૦,૧૨૨ અને નીચામાં રૂ.૪૮,૮૬૭ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૨૦૬ ઘટી બંધમાં રૂ.૪૯,૦૮૧ના ભાવ થયા હતા.

- text

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૩,૭૨૨ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૫,૮૧૭ અને નીચામાં રૂ.૬૨,૩૮૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧૦૦ના ભાવઘટાડા સાથે રૂ.૬૩,૫૩૦ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૩,૭૦૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮૧ ઘટી રૂ.૬૩,૫૩૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૩,૮૨૪ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭૧ ઘટી બંધમાં રૂ.૬૩,૫૩૧ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૫૯૨.૪૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૫.૫૦ વધી રૂ.૬૦૬.૨૦ બંધ થયો હતો, જ્યારે નિકલનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧,૧૯૭.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦૨.૯૦ના ઉછાળા સાથે બંધમાં રૂ.૧,૩૦૨.૮૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૬૫.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૭૫ વધી રૂ.૧૬૬.૬૦ના સ્તરે રહ્યો હતો. સીસું ડિસેમ્બર વાયદો રૂ.૧૫૯ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૩૦ વધી રૂ.૧૬૧.૬૫ અને જસતનો ડિસેમ્બર વાયદો રૂ.૨૧૫.૪૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭.૬૫ વધી રૂ.૨૨૨.૨૦ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૪૩૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૫૨૨ અને નીચામાં રૂ.૩,૩૧૮ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૯૨ વધી બંધમાં રૂ.૩,૪૭૭ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૮૬.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૯૦ વધી રૂ.૧૯૦.૫૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૧૭૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૪.૫૦ વધી રૂ.૧,૧૯૦ના સ્તરે બંધ થયો હતો, રૂ (કોટન)નો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૯,૭૯૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૪૦ના ઉછાળા સાથે રૂ.૨૦,૧૮૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ડિસેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૮૮૪.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૩.૪૦ વધી રૂ.૯૧૪.૧૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૪૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૫૦ ઘટી રૂ.૯૪૪.૩૦ના ભાવે બંધ થયો હતો.

- text