મોરબી જિલ્લાને 3 વર્ષમાં નવા 28 વીજ સબ સ્ટેશન ઉપલબ્ધ કરાવાશે : ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલ

- text


મોરબી : મોરબી એ.પી.એમ.સી ખાતે શનિવારે આયોજિત કાર્યક્રમમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત યોજનાના લાભાર્થીઓને અધિકારપત્રો એનાયત કરવાના ખાસ ઉપસ્થિત રહેલા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે મોરબીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ઉદ્યોગોથી ધમધમતા અને ખેડુતોને વીજ ઉપલબ્ધતા વધુ સરળ કરવા હેતુસર આગામી ત્રણ વર્ષમાં મોરબી જિલ્લામાં નવા ૨૮ વીજ સબ સ્ટેશન ઉપલબ્ધ થશે.

- text

વધુમાં મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, ૧૦ વર્ષમાં મોરબી જિલ્લામાં ખૂબ વિકાસ થયો છે, જે પ્રમાણે વિજળીની માંગ વધતી જાય છે તે પ્રમાણે અમે નવા નવા વિજ સબ સ્ટેશન આપતા જઈએ છીએ. દર વર્ષે આપણે મોરબી જિલ્લામાં ૫-૬ સબ સ્ટેશન આપીએ છીએ. છેલ્લા દશ વર્ષમાં કુલ-૬૦ સબ સ્ટેશન આપેલા છે. જે પ્રમાણે વિકાસ થાય છે એ પ્રમાણે આવતા ત્રણ વર્ષમાં ૨૮ વિજ સબ સ્ટેશન આપવાના છીએ. આવતા એક વર્ષમાં ૮, બીજા વર્ષમાં ૮ અને ત્રીજા વર્ષમાં ૧૨ વિજ સબ સ્ટેશન આપવાના છીએ. નવી કંમ્પનીને વિજળીની તંગી ન પડે અને ગુણવતા વાળી વિજળી મળે તેવુ આયોજન કરેલ છે. ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લામાં આટલા વિજ સબ સ્ટેશન ટુકા ગાળામાં આપેલા નથી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text