MCX વિક્લી રિપોર્ટ : બુલડેક્સ સપ્ટે. વાયદો 1084 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ સાથે 15,254ના સ્તરે

- text


સોનાના વાયદાના ભાવમાં રૂ.૧,૫૪૯ અને ચાંદીમાં રૂ.૮,૫૧૩નો સાપ્તાહિક ધોરણે ગાબડું
ક્રૂડ તેલમાં મંદીનો માહોલ : કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈ : કોટનમાં સુધારો

મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૧૮થી ૨૪ સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૫૪૯ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૮,૫૧૩ ગબડ્યો હતો. તાંબા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ એકંદરે ઘટી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં ઘટાડો હતો, જ્યારે નેચરલ ગેસ વધીને બંધ થયું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ), મેન્થા તેલ અને કપાસમાં સાર્વત્રિક નરમાઈ સામે રૂ (કોટન)ના વાયદામાં સુધારો વાયદાના ભાવમાં થયો હતો.

સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૬,૧૭૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૬,૧૯૧ અને નીચામાં ૧૫,૧૦૭ના મથાળે અથડાઈ, ૧,૦૮૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૨૩ સપ્ટેમ્બરે ૮૪૨ પોઈન્ટ ઘટી ૧૫,૨૫૪ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન બુલડેક્સ ફ્યુચર્સમાં ૧૪,૬૭૬ સોદાઓમાં કુલ રૂ.૧,૩૩૧.૧૭ કરોડનાં ૧૭,૧૮૪ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે ૪૨૦ લોટ્સના સ્તરે રહ્યો હતો.

સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧,૫૫૯ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૧,૮૪૯ અને નીચામાં રૂ.૪૯,૨૪૮ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧,૫૪૯ (૩.૦૧ ટકા)ના ઘટાડા સાથે રૂ.૪૯,૯૦૪ના સ્તરે બંધ થયો હતો.

ગોલ્ડ-ગિનીનો સપ્ટેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૧,૬૮૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૫૭૯ (૩.૮૦ ટકા)ની નરમાઈ સાથે રૂ.૩૯,૯૭૫ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો સપ્ટેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૨૨૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૯૬ (૩.૭૬ ટકા) ઘટી બંધમાં રૂ.૫,૦૨૧ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧,૫૯૮ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૧,૮૮૯ અને નીચામાં રૂ.૪૯,૨૯૨ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૧,૫૩૯ (૨.૯૯ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૪૯,૯૫૯ના ભાવ થયા હતા.

- text

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૮,૪૯૯ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૮,૫૦૦ અને નીચામાં રૂ.૫૬,૦૨૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૮,૫૧૩ (૧૨.૪૯ ટકા)ના ઘટાડા સાથે રૂ.૫૯,૬૨૯ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૮,૦૭૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮,૫૧૮ (૧૨.૫૧ ટકા)ના ઘટાડા સાથે રૂ.૫૯,૫૯૧ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૮,૧૫૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮,૫૧૯ (૧૨.૫૧ ટકા) ઘટી બંધમાં રૂ.૫૯,૫૮૭ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૫૩૨.૩૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૦.૪૦ (૦.૦૮ ટકા) વધી રૂ.૫૩૧.૯૫ બંધ થયો હતો, જ્યારે નિકલનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧,૧૧૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫૪.૪૦ (૪.૯૧ ટકા) ઘટી બંધમાં રૂ.૧,૦૫૩.૩૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૪૪.૩૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૯૦ (૧.૩૨ ટકા) ઘટી રૂ.૧૪૨.૩૫ના સ્તરે રહ્યો હતો. સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.૧૪૯.૧૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૫૫ (૧.૭૨ ટકા) ઘટી રૂ.૧૪૫.૫૫ અને જસતનો સપ્ટેમ્બર વાયદો રૂ.૧૯૫.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨ (૧.૦૨ ટકા) ઘટી રૂ.૧૯૩.૩૦ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૦૭૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૦૭૪ અને નીચામાં રૂ.૨,૮૬૮ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૮૩ (૨.૭૨ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૨,૯૭૩ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૪૮.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૫.૨૦ (૧૦.૦૯ ટકા) વધી રૂ.૧૬૫.૯૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૦૩૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૦૩૩ અને નીચામાં રૂ.૧,૦૧૩ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૮ (૦.૭૮ ટકા) ઘટી રૂ.૧,૦૨૩.૫૦ના સ્તરે બંધ થયો હતો.

રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૭,૯૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૮,૧૦૦ સુધી અને નીચામાં રૂ.૧૭,૮૨૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૮૦ (૦.૪૪ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૧૮,૦૬૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો સપ્ટેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૮૦૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૭.૪૦ (૫.૯૪ ટકા) ઘટી રૂ.૭૫૦.૬૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૪૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૧.૮૦ (૩.૩૧ ટકા) ઘટી રૂ.૯૨૭.૭૦ના ભાવે બંધ થયો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text