મોરબી જિલ્લામાં બે વર્ષમાં 4 લાખથી વધુ લોકોએ આયુષ્માન ભારત યોજનાનો લાભ લીધો

- text


મોરબી : ગત તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ આયુષ્માન ભારત યોજનાના બે વર્ષ પૂર્ણ થયા હતા. જે અંગે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આ યોજનામાં આવતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માં અમૃત કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ જે કેટલા લોકોએ કઢાવ્યું છે, તેનો લાભ કેટલા લોકોએ લીધો હતો તેની વિગતો જાહેર કરવામાં આવી હતી. આ અંગે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા, ડો.સી.એલ.વારેવાડિયા, ડો. હાર્દિક રંગપરિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ લોકોને નાણાકીય મુશ્કેલીનો સામનો કર્યા વગર જરૂરિયાતવાળી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

મોરબી જિલ્લામાં કુલ આયુષ્માન યોજનાના કાર્ડ ૪૪૦૯૩૦ કાઢવામાં આવ્યા છે. જેમાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૭૭૮૯૧, માં યોજનાના ૫૭૪૨, જેમાંથી કુલ લાભાર્થીની સંખ્યા ૪૪૦૯૩૦ છે. જેમાંથી મોરબી જિલ્લામાં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૨૫૫૦ લોકોએ લાભ લીધો હતો. માં યોજના હેઠળ ૨૫૦૧ લોકોએ લાભ લીધો અને માં વાત્સલ્ય યોજના હેઠળ ૧૭૭૫૪ લોકોએ લાભ લીધો છે. જેમાં કુલ મેજર સર્જરી 135 લોકોની કરવામાં આવી છે. આ યોજના સાથે જિલ્લાની ૪ પ્રાઇવેટ અને ૧ સરકારી હોસ્પિટલો જોડાયેલી છે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે?

આ યોજના સરકારની ગાઈડલાઈન અને તેના નિયમ મુજબ બહાર પાડવામાં આવે છે. જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સામાજિક આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ અંતર્ગત નોંધાયેલ ગ્રામ્ય અને શહેરી વિભાગના કુલ પાંચ લાખ પરિવારો (૨.૨૫ કરોડ વ્યક્તિ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

- text

મા યોજનામાં ગરીબી હેઠળ જીવતા કુટુંબોનો સમાવેશ થાય છે. અને મા વાત્સલ્ય યોજનામાં વાર્ષિક આવક ૪ લાખ કે તેથી ઓછી ધરાવતા પરિવારોને, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો,માન્ય પત્રકારો,વાર્ષિક આવક ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબના સિનિયર સિટીઝનો, રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક આપેલ ફિક્સ પગારના કર્મચારીઓ, યુ-વિન કાર્ડ ધારકો, રાજ્ય સરકારના જુદા-જુદા જાહેર સાહસોના બિનસરકારી અધ્યક્ષ તથા બિનસરકારી ઉપાધ્યક્ષઓ, વૃદ્ધાશ્રમના વૃધ્ધો, અનાથ આશ્રમના બાળકો, વિધવાશ્રમના વિધવાબહેનો, સાત્વિક જીવન જીવતા સાધુ-સંતો તેમજ માનસિક રોગીઓનો સમાવેશ, કુટુંબની વ્યાખ્યામાં કોઈપણ મર્યાદા વગર તમામ સભ્યોને લાભ મળશે.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text