મોરબી સિવિલ અને માળીયા 108ના કોરોના વોરિયર્સનું કલેક્ટરના હસ્તે સન્માન

- text


મોરબી : આજે મોરબી જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં અનેક કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી સિવીલ હોસ્પિટલના મેડીકલ વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સને કોવિડમાં સારી કામગીરી બદલ જીલ્લા કલેકટર હસ્તે પરેડ ગ્રાઉન્ડ ખાતે સન્માન કરવામાં આવ્યું છે. તેમજ 108 એમ્બ્યુલન્સ સેવાના માળીયા લોકેશનના ઈએમટી દિપેશ કંડોરીયા, 108 આમરણ લોકેશનના પાઈલોટ ભાવેશ ગોસાઇ, મોબાઇલ હેલ્થ યુનિટ લાલબાગ લોકેશનના લેબ ટેકનિશિયન કૌશિકભાઇ પટેલ અને પાઈલોટ રવિ કુબાવતને સારી કામગીરી બદલ આજે જીલ્લા કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે.

- text

- text